Monday, September 21, 2026

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપના 26 ઉમેદવાર જાહેર, જુઓ બેઠક વાઈઝ સમગ્ર લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 6 બેઠકોના નામ જાહેર નહોતા કર્યા તે આખરે જાહેર કરી દીધા છે.ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, વડોદરા બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. આખરે જે અટકળો અંતિમ નામો પર લગાવવામાં આવી હતી તેનો પણ અંત આવ્યો છે.

લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને તમામ રાજકીયપક્ષોએ તેમનાં રણશિંગા ફૂંકી દીધાં છે. કૉંગ્રેસ અને તેના સાથીપક્ષોએ ઇન્ડિયા ગઠબંધન રચીને ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયરથને અટકાવવા માટે કમર કસી છે. તો ભાજપે પણ ગુજરાતમાંથી ફરી એક વખત તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તે વિજયની હેટ્રિક નોંધાવવા માગે છે.

તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી. જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે 26 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – રેખાબેન ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
આણંદ – મિતેશ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
દાહોદ – જશવંત ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલ – પ્રભુ વસાવા
નવસારી – સી.આર.પાટીલ
જામનગર – પુનમ માડમ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
છોટાઉદેપુરથી જશુભાઇરાઠવા
વલસાડથી ધવલ પટેલ
ભાવનગરથી નિમુબેન બાંભણિયા
સુરતથી મુકેશ દલાલ
મહેસાણાથી હરિભાઈ પટેલ
સાબરકાંઠાથી શોભના બારૈયા
વડોદરાથી ડૉ. હેમાંગ જોશી
અમરેલીથી ભરત સુતરિયા
સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા
જૂનાગઢથી રાજેશ ચૂડાસમા

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેએ મતદાન થશે.જ્યારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...