Wednesday, September 30, 2026

ગોતાની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ, કોણ ચાઉં કરી ગયું 15 કરોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વીર સાવરકર ગુજરાત હાઉસિંગના મુશ્કેલીમાં મૂકાયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર થયો છે. સોસાયટીએ મેન્ટેનન્સ માટે જમા કરાવેલા કરોડો રૂપિયા કમિટી મેમ્બર ચાઉં કરી ગયાના આક્ષેપો થયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર કરાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ 1 મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં 13 માળના ફ્લેટોમાં 1600 જેટલા મકાનો આવેલા છે. જેની 8000 જેટલી વસ્તી થવા જાય છે. અહીં રહેવા આવેલા લોકોને 2017માં મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું.તે સમયે મેન્ટેનન્સ પેટે 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું.

બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. પરંતુ સોસાયટીની કમિટીના પૂર્વ ચેરમેન, સેક્રેટરી અને ખજાનચીએ અંદાજે 15 કરોડની રકમ અંગત કારણો માટે વાપરી નાખી કૌભાંડ કર્યાનો આક્ષેપ કરાયો છે.આ અંગે રહીશોએ હાઉસિંગ બોર્ડને વારંવાર રજૂઆત પણ કરી હતી.

સોસાયટીના કમિટી મેમ્બર સામે હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યુરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાયા. તેમજ સ્થાનિકોએ CM સુધી રજૂઆત કરી છતાં ઉકેલ આવ્યો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...