Friday, August 7, 2026

એસજી હાઈવે પર ડમ્પરે ટક્કર મારતા વિદ્યાર્થીનીનું મોત, હેલમેટ પહેર્યુ છતાં ન બચી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી.

પ્રપાત રિપોર્ટ મુજબ અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થીની બચી શકી ન હતી. વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ વિશેની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જો ડમ્પર બ્રિજની ઉપર સાઈડમાં ઉભુ હતું તો શા કારણે ઉભુ હતું, એ તપાસનો વિષય છે. જોકે, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરાઈ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...