અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોત. શહેરના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેના પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો જેના કારણે યુવક નીચે પટકાયો હતો. થાંભલો થોડોક માથાને અડી અને સાઈડમાં પડ્યો હતો, જેના કારણે માથાના ભાગે સોજો આવી ગયો તો જ્યારે ખભામાં ફેક્ચર અને પગમાં ઇજા થઈ હતી. યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેથી એક યુવક નોકરીથી પરત ફરી રહ્યો હતો, ત્યારે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હતું જેવું સિગ્નલ ચાલુ થયું અને પરિમલ અંદર પાસ તરફ જતો હતો. ત્યારે કાલુપુર બેંકની સામે જ અચાનક જ પવનના કારણે સ્ટ્રીટ લાઈટનો થાંભલો યુવક ઉપર પડ્યો હતો. માથાના ભાગે ટચ થઈ અને નીચે પડતા યુવક રોડ પર પડ્યો હતો અને અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો.તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.યુવકને માથાના ભાગે સોજો, ખભે ફેક્ચર અને પગમાં ઈજા થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની છે.
પ્રિમોનસુન કામગીરી અંતર્ગત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અલગ અલગ કામગીરી કરતી હોય છે, પરંતુ જે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને તપાસવામાં આવતા નથી. પવનના કારણે આ થાંભલા પડી જાય કે કેમ વાયરો ખુલ્લા છે કે નહીં તે વગેરે ચકાસણી કરવાની જવાબદારી હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. શહેરમાં અનેક થાંભલાઓ પણ બંધ હોય છે. જેની ચેકિંગ કરવાની જવાબદારી પણ લાઈટ વિભાગની હોય છે પરંતુ અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે. જેના કારણે નાગરિકોને તકલીફનો સામનો કરવો પડે છે.