અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સમાં સોના-ચાંદીનાના દાગીના ભરેલી થેલીની લૂંટ ચલાવી ચાર શખ્સ ફરાર થઇ ગયા હતા.જેને લઈને લોકો વિચારમાં મુકાઈ ગયા છે.ઘટનાને લઈને હાલ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં આ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ચાર લૂંટારા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે એક લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો. લૂંટારા સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જે જ્વેલર્સની દુકાનમાં આ લૂંટની ઘટના બની છે તે જ્વેલર્સનું નામ કનકપુરા જ્વેલર્સ હોવાનું હોવાનું સામે આવ્યું છે.શહેરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ લૂંટની ઘટનાને હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે. સમગ્ર મામલે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ લૂંટની ઘટનામાં 4 આરોપી હોવાનું સામે આવ્યું છે. 4 લોકોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો જેમાં આરોપીઓએ મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી અને લૂંટને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયા.