અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજીત ફલાવર શો 3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે.ફલાવર શોની સાથે રાજયના મુખ્યમંત્રી અમદાવાદ માટે ટ્રી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે.ફલાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે.
ગત વર્ષ કરતા ફલાવર શો-25 આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રુપિયા વધુ ખર્ચ કરશે. ફલાવર શો જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રુપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રુપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9 થી 10 તથા રાત્રે 10 થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે.જેમાં પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકીટ દર રાખવામાં આવ્યા છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી બાદ વધુ એક આકર્ષણ આવવા જઈ રહ્યું છે. તે બીજું કંઈ નહીં પણ નાઇટ ફ્લાવર પાર્ક છે. રિવરફ્રન્ટ પાસે AMCએ નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો છે. જેમાં જંગલની થીમ આ નાઇટ ફ્લાવર પાર્કની શોભા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં 3.3 કરોડથી વધુના ખર્ચે 4,500 સ્કેવર મીટરના એરીયામાં રંગબેરંગી એલઈડી લાઈટ્સથી સુશોભિત Riverfront Night Flower Park (ગ્લો ગાર્ડન) તૈયાર કરાયો છે. જે શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નજરાણું બનવાનું છે. જે તૈયાર થયા બાદ શહેરની શોભામાં ચાર ચાંદ લાગી જશે. જે ગુજરાતીઓ મોજ મસ્તી અને આનંદ કરવા અમદાવાદ છોડીને બહાર જાય છે તેમને બહાર જવાની હવે જરૂર નહીં પડે. અમદાવાદનો રિવરફ્રન્ટ પર અનેક નજરાણાને કારણે ફરવા માટેનું હોટસ્પોર્ટ બની ગયો છે.
આ નાઈટ ફ્લાવર પાર્કમાં 54 જેટલા પ્રકારના લાઈટીંગ એલીમેન્ટસ ઇન્સ્ટોલ કરાયા છે. જેમાં વાઘ, સિંહ, જીરાફ, ઝિબા, પોલાર બીયર, ઘોડો, હાથી, હરણ, સસલા, ફ્લેમિન્ગો, બટરફ્લાય, ચેરી ટ્રી, વીલો ટ્રી, ગુલાબ, કમળ, સનફ્લાવર, ટુ લેયર ફાઉન્ટેન, લાઇટિંગ ટનલ, લાઈટીંગ સ્વીંગ્સ, સેલ્ફી પોઈન્ટસ, એટ્રેકટીવ ડાન્સ ફ્લોર, કાર્ટૂન કેરેકટર્સ, લાઇટીંગ બોલ્સ, લાઈટીંગ પાથ વે, લાઇટીંગ ટેબલ-ચેર મુકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલ જે લોકો નાઇટ ફ્લાવર પાર્કની મજા માણવા માંગે છે તેમને ફ્લાવર શોની એન્ટ્રી ટિકીટ પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. ફ્લાવર શો બાદ નાઇટ ફ્લાવર પાર્કની ફી અંગે ચર્ચા થશે. નાઇટ ફ્લાવર પાર્કમાં લાઇટિંગ શો લોકોને આકર્ષી રહ્યો છે. રાત્રિના સમયે નાગરિકો લાઈટિંગ શોની મજા માણી શકશે.
3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવરશોનો રાજયના મુખ્યમંત્રી આરંભ કરાવશે.અમદાવાદમાં વર્ષ-2013થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવરશોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ-2024માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા 11.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની તુલનામાં હવે રુપિયા 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકીટના દર પ્રતિ વ્યકિત વર્ષ-2024માં રુપિયા 50 હતા તેના બદલે રુપિયા 75 કરવામા આવ્યા છે.ગત વર્ષે શનિ અને રવિવારે પ્રતિ વ્યકિત રુપિયા 75 ટિકીટના દર હતા.જે હવે રુપિયા 100 કરવામાં આવ્યા છે.
ફલાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકીટના દર વસૂલ કરાશે.મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવર શોમાં પ્રવેશ આપવામા આવશે.ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે.