અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે પણ અનેક જૂના મકાનો અને ફ્લેટ છે, જેના રિડેવલપમેન્ટ માટે વાતચીત ચાલી રહી છે. ત્યારે રિડેવપલમેન્ટ માટે અનેક બિલ્ડર મકાન માલિકો સાથે છેતરપીંડી કરતા હોય છે. આ માટે તેઓ મકાન માલિકોને અનેક સ્કીમ આપે છે. જો મકાન રિડેવલપમેન્ટ માટે આપતા પહેલા જૂના સભ્યો હવે વિચારવાની જરૂર છે. કારણ કે, બિલ્ડર સાથેનો વિવાદ RERAમાં નહિ, પરંતુ સિવિલ કોર્ટમાં ઉકેલાશે. આ અંગે નવા અપડેટ આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (RERA) એક ચુકાદો આપ્યો છે. જે મુજબ, રિડેવલપમેન્ટ માટે બિલ્ડરની જમીન આપનાર જૂના સભ્યો બિલ્ડરના નવા પાર્ટનર જ ગણાય. જૂના સભ્યોએ રિડેવલપમેન્ટના કામમાં બિલ્ડરના સહપ્રાયોજક ગણાય. તેથી તેમના અને બિલ્ડર વચ્ચે કોઈ વિવાદ થાય તો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) પાસે ન્યાય માંગવા ન જઈ શકાય, પરંતુ સિવિલ સ્યૂટ ફાઈલ કરવો પડે. તેમની ફરિયાદનો RERA કોઈ ચુકાદો ન આપી શકે. RERA કોર્ટ નવા ખરીદનાર અને બિલ્ડર વચ્ચેના ઝગડા ઉકેલે છે.
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રાજપુર-હીરપુર તુષા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવેલી છે. જેના રિડેવલપમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવાયું હતું. રિડેવલપમેન્ટ કામમાં જૂના મેમ્બર અને બિલ્ડર વચ્ચે વિવાદ થયો હતો. જેના બાદ સમગ્ર મામલો RERA પાસે પહોચ્યો હતો. 24 થી 30 મહિનામાં ફ્લેટ આપવાનું કહીને બિલ્ડર ફરી ગયો હતો. નવા કરાર મુજબ, સોસાયટીવાળીઓને 130 વારનો ફ્લેટ આપવાનો કરાર થયો હતો.
પરંતુ આ પ્રોજેક્ટમાં જૂના સભ્યોની સહી સહમતી લેવાઈ ન હતી. તેથી જૂના સદસ્ય રિડેવલપમેન્ટ રોકવા માટે સિવિલ કોર્ટ ગયા હતા. સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું. જેમાં 24 થી 30 માસમાં મકાન માલિકોને કબજો સોંપવાનું નક્કી કરાયું હતું. કરાર છતાં સોસાયટીના સભ્યોને ગિફ્ટ મનીના 10 લાખ રૂપિયા ચૂકવાયા ન હતા. સાથે જ બિલ્ડરની અનેક ક્ષતિ સામે આવી હતી. કબજો સોંપાવામાં વિલંબ થતા ગાળાનું વ્યાજ ચૂકવાયું ન હતું. તેમ જ એમિનિટીઝ આપવા કરાર કર્યા પછી એ પણ અપાઈ નહતી.
જૂના બાંધકામને તોડીને નવા બાંધકામ કરી આપવાના અથવા તો જૂના બાંધકામ ઉપરાંતના યુનિટો બાંધીને તેને વેચવાની શરતે કરાર કરવામાં આવે છે. તુષા કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના નવા તૈયાર થયેલા મકાનમાં મોટાભાગના સભ્ય જૂના જ સભ્ય છે. તેમાં ફ્લેટ વેચાણ આપેલા નથી. આ -સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જૂના સભ્ય સહપ્રયોજકની કેટેગરીમાં આવે છે. આમ પ્રમોટર અને પ્રાયોજક વચ્ચેનો વિવાદ હોવાનું જણાય છે.
અર્ધન્યાયિક સત્તા ગણાતી RERA-રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના મેમ્બર એમ.એ. ગાંધીએ 12 જૂને આપેલા ચૂકાદામાં જણાવ્યું કે, રિયલ એસ્ટેટે રેગ્યુલેટરી એક્ટનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રે થતાં વેચાણના વ્યવહારને લક્ષ્યમાં રાખવામાં આવેલો છે. જ્યારે પુનર્વસવાટ-રિહેબિલેશનનો સમાવેશ થતો નથી. તુષા એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલમેન્ટ-પુનઃનિર્માણનો નહિ, રહેબિલેશન-પુનર્વસનનો પ્રોજેક્ટ છે. તેથી ફરિયાદી પણ પ્રોજેક્ટની જમીનનો માલિ હોવાને કારણે પ્રોજેક્ટનો સહપ્રયોજક છે. સહપ્રયોજક અને પ્રયોજક વચ્ચેના વિવાદનો નીવેડો લાવવાની કોઈ જ સત્તા RERA કોર્ટ પાસે છે જ નહિ.