Thursday, January 15, 2026

અમદાવાદ બન્યું જગન્નાથમય, ભક્તિરસમાં તરબોળ ભક્તોના આંગણે પધાર્યા ભગવાન

spot_img
Share

અમદાવાદ : આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.

અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે.રથયાત્રા એક એવો ઉત્સવ છે કે, જેમાં ભક્તિ, ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે. અખાડાના કરતબ રથયાત્રામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા છે.રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા. AMC ટેબ્લોમાં રામ-સીતા સાથે વાનરસેનાના વેશમાં યુવાનો આવ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને આવકારવા અને તેમનાં દર્શન માટે ઊમટી રહ્યા છે.પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા.

રથયાત્રા ધીમે ધીમે આગળ વધતી જાય છે જેમાં લોકો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, જય શ્રીરામ, જય રણછોડ માખણચોરના નારા લગાવી રહ્યા છે.માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી, રંગબેરંગી ટેબ્લો ને વિવિધ કરતબોએ જમાવ્યું આકર્ષણ.રથયાત્રામાં અનેક પ્રકારના ટેબ્લો રજુ કરાયા હતા જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતો ટેબ્લો રજુ કર્યો હતો.

અમદાવાદના પોલીસ વિભાગે શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યો હોય તેવી સ્થિતિ છે. કોઈ પણ અવરોધ કે અનિચ્છનિય ઘટના વગર રથયાત્રા નીકળે તે માટે આયોજન થયું છે. કોઈ પણ વાંધાજનક પ્રવૃત્તિને અટકાવી શકાય તે માટે ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.

આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર ફરી રહી છે. જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ ભક્તોથી ઉભરાયા છે. પ્રસાદ લેવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...