Thursday, September 24, 2026

નવા વાડજના અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરની મહિલા દર્દી સાથે દાદાગીરી, તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવ્યું હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને લઈને વિઝિટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડો.રાહુલ મોદીને તાત્કાલિક અસરથી વિઝિટીંગ ડોક્ટર તરીકે હટાવી દેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. રાહુલ મોદી અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.અઠવાડિયામાં એક દિવસ માત્ર એક કલાક માટે આવે છે અને ન્યુ રાણીપ ખાતે આવેલી તેમની શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે રિફર કરતા હોવાનું ધ્યાન આવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં ડૉ. રાહુલ મોદી તેઓને ઓપરેશન હતું,જેથી એક કલાક મોડા આવ્યા હોવાનું અને ન્યુ રાણીપ ખાતેની પોતાની શિવમ હોસ્પિટલમાં બતાવવા આવવા માટે પણ કહેતા હોવાનું જણાય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં જે ડોક્ટરનો ટાઈમ લખ્યો છે તે ડોક્ટરનો ટાઈમ બદલવા માટે પણ કહે છે અને ડોક્ટર બદલવાની ઓથોરિટી હોય તો બદલી નાખો, મને કોઈ ફરક નથી પડતો તેમ કહેતા વીડિયોમાં નજરે પડ્યા હતા.

​​​​​​​આ વીડિયોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં તેઓને વિઝિટર ડોક્ટર તરીકે તેઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ડૉ.રાહુલ મોદી શહેરના નવા વાડજ, ન્યુ રાણીપ અને વાડજ એમ ત્રણ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ત્રણેય જગ્યાએથી તેઓની આ વિઝિટર ડોક્ટર તરીકેની સેવામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ગાયનેકોલોજીસ્ટ સહિતના કેટલાક ડોક્ટરો ફરજ બજાવતા હોય છે. જેમને રાજ્ય સરકારના નક્કી કરેલા વેતન પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત તેઓ સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધી ફરજ બજાવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...