Thursday, June 25, 2026

અમદાવાદમાં ACB નું છટકું, ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટર વતી ‘લાંચ’ લેતો દવાનો દુકાનદાર ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એલીસબ્રિજ ડોક્ટર હાઉસમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરે 8 હજારની લાંચ માંગી તેનો સ્વીકાર કરતાં દવાનો દુકાનદાર ઝડપાયો છે. એક મેડિકલ સ્ટોર સંચાલકે ACBનો સંપર્ક સાધીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સપેક્ટર મહેશ બક્ષી ઈન્સેપક્શન માટે મેડિકલ સ્ટોર પર આવતાં હોય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ફૂડ ઈન્સ્પેકટર મહેશ બક્ષી અવારનવાર ડોકટર હાઉસમાં આવેલા જુદા જુદા મેડિકલ સ્ટોરમાં જતો હતો તેમજ વાર તહેવારે તે મેડિકલ સ્ટોરના માલિકો પાસેથી પૈસા પણ પડાવતો હતો. જ્યારે ડોક્ટર હાઉસમાં આવેલા દિપક મેડિકલ સ્ટોરના માલિક મનીષકુમાર હસમુખલાલ ઠકકર મહેશ બક્ષી વતી આસપાસના મેડિકલ સ્ટોરમાંથી પૈસા ઉઘરાવતો હતો.

તા. 22 જૂલાઈએ મહેશ બક્ષી તે મેડિકલ સ્ટોર ઉપર ગયો હતો અને કહ્યું હતુ કે મનીષકુમાર ઠકકરને રૂ.8 હજાર આપી દેજો. નહીં તો તારી ઉપર ખોટો કેસ કરીને ફસાવી દઈશ અને મેડિકલ સ્ટોર ઉપર નોટિસ પણ લગાવી દઈશ. ત્યારબાદ મહેશ બક્ષીએ ફોન કરીને દીપક મેડિકલ સ્ટોરના માલિક મનીષકુમાર ઠકકરને આ પૈસા આપી દેવાનું કહેતા તે મેડિડક સ્ટોરના માલિકે ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACB પીઆઈ ડી.બી.મહેતા એ છટકુ ગોઠવ્યુ હતુ.

બાતમીના આધારે ACBએ ટ્રેપ ગોઠવી હતી. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટર વતી 8 હજારની લાંચ લેતા દિપક મેડિકલ સ્ટોર (ડોક્ટર હાઉસ પરિમલ ગાર્ડન) માલિક મનિષ હસમુખલાલ ઠક્કરને ઝડપી લીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...