Monday, September 21, 2026

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમના 30 થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા, 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સ્પાની આડમાં ગોરખધંધા કરતા એકમો સામે સરકારે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના સામુહિક દરોડા પાડ્યા છે. જેમાંથી 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા છે. દરોડામાં રશિયન નાઇજિરિયન અને નોર્થ ઇસ્ટની મહિલાઓ ઝડપાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના જુદી જુદી ટિમો બનાવી સામુહિક દરોડા પાડ્યા છે. જેમાંથી 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા છે. દરોડામાં રશિયન નાઇજિરિયન અને નોર્થ ઇસ્ટની મહિલાઓ ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે વિદેશી મહિલાઓ વિરૂદ્ધ ફોરેન એક્ટ મુજબ મુજબ ગુનો દાખલ થઈ શકે છે

આ સમગ્ર ઘટનાના પગલે સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના સેટેલાઇટમાં માયરા સ્પાની આડમાં કુટણખાનું ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ ગાંધીનગરના સરગાસણમાં પણ સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે CID દ્વારા હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર શહેરની મોટા ભાગની હોટેલમાં વિવિધ એપના માધ્યમથી એસ્કોર્ટ ચાલી રહ્યં હતું. આ તમામ એપ દેશ બહારથી ઓપરેટ થતી હતી.વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.હોટેલ અને સ્પાના માલિકો વિદેશી છોકરીઓ બોલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ત્યારે CID ક્રાઈમની ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલી ગેરકાયદેર પ્રવૃતિઓને અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...