Thursday, January 15, 2026

અમદાવાદમાં મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો ભેજાબાજ ઝડપાયો, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે કે જે ફક્ત મેડિકલ સ્ટોરમાં જ ચોરીને અંજામ આપતો હતો. જોકે બે લોકો સાથે મળી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના મેડિકલ સ્ટોરોની રેકી કરી રાત્રિના સમયે ત્યાં ચોરી કરતા હતા. પોલીસને સમગ્ર મામલે જાણ થતા એલસીબી ઝોન-1 LCB ની ટીમ દ્વારા એક ચોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર ચોરની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આરોપીની ધરપકડ કરતા ચોરે 6 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસની ગીરફતમાં રહેલ આરોપી યોગેશ પઢિયારની ચોરીના ગુનામાં ઝોન-1 LCB ની ટીમ દ્વારા ધરપકડ કરી છે. આરોપી યોગેશ અને વોન્ટેડ આરોપી કે.કે.લુહાર ભેગા મળીને ફક્ત મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. ઝોન-1 LCB સ્કોર્ડ અને ઘાટલોડીયા પોલીસને એક માહિતી મળી હતી જેના આધારે આરોપી યોગેશ પઢિયારની કાલુપુરથી ધરપકડ કરી તેની પાસે રહેલી એક ગાડી, મોબાઈલ ફોન અને રોકડ 8500 રૂપિયા કબજે કર્યા છે. પકડાયેલા આરોપી યોગેશની પૂછપરછ કરતા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા આઠ જેટલા મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં નવરંગપુરા, વેજલપુર, નારણપુરા, રામોલ, ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલ આરોપી યોગેશ પઢિયાર મૂળ પાલનપુર છે અને અમદાવાદમાં કાલુપુર અંજતા ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. આરોપી યોગેશ નર્સિંગનો અભ્યાસ કરેલ છે. જેથી આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મેડિકલ સ્ટોરમા દરરોજનાં રોકડા નાણાનો વ્યવહાર હોવાથી વધુ રોકડ પૈસા મળી રહે છે. મેડિકલ સ્ટોરમાં કીમતી ચીજ વસ્તુઓ નહિ હોવાથી ત્યાં સિક્યુરિટી ઓછી હોય છે એટલે કે દરવાજાને સામાન્ય લોક મરેલા હોય છે. આથી મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતાં હતાં.

સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસને એક રીઢા ચોર ગિરફ્તમાં આવતાં વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. રાતના અંધારામાં ચોરી કરતાં આવા શખ્સ સાથે કેટલાં લોકો સામેલ છે તે પણ પોલીસ તપાસમા ખુલશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...