અમદાવાદ : અમદાવાદમાં વિવિધ ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. હવે તો મોંઘીદાટ હોટલોના ભોજનમાંથી પણ જીવાતો નીકળી રહી છે. આવી જ ઘટના બોડકદેવમાં આવેલી હોટલ પ્રાઈડ પ્લાઝામાં બની છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં તેઓ હોટલ ખાતે પહોંચ્યા હતા.અને હોટલનું કિચન સીલ કરી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોડકદેવમાં પકવાન ક્રોસિંગ નજીક ન્યાયમાર્ગ પર આવેલી હોટલ પ્રાઈડ પ્લાઝામાં એક બિઝનેસ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં આવેલા મહેમાનોને જમણવારમાં સૂપ પીરસવામાં આવ્યું હતું. આ સૂપમાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો અને આ જીવડું બહાર કાઢીને જોતાં જીવતું હોવાનું માલૂમ પડ્યું હતું.તમામે તાત્કાલિક સૂપ મૂકી દીધા હતા.આ અંગે હોટલ સંચાલકોને ફરિયાદ કરવામાં આવી હતી.
બીજી બાજુ ઘટનાની જાણ થતા અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હોટલ પ્રાઈડ પ્લાઝા સામે કાર્યવાહી કરી છે. AMCના ફૂડ વિભાગના અધિકારીઓ હોટલ પ્રાઈડ પ્લાઝા પહોંચ્યા હતા અને હોટલનું કિચન સીલ કરી કાર્યવાહી કરી છે.