Thursday, September 24, 2026

વહેલી સવારે અમદાવાદમાં તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો તેવો માહોલ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલડી, અંજલી, વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં જાણે અંધારપટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો.વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.

શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આશ્રમરોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જ્યારે નરોડા, મેમકો, સૈજપુર, વટવા, નિકોલ, રામોલ, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, કોતરપુર, સરદારનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. સવારથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વધુ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારા જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારે ઓફિસે જતા લોકોને રેઇનકોટ પહેરીને ઓફિસ જવું પડ્યું હતું. આજે અમદાવાદમાં સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...