Sunday, March 1, 2026

સરકારે શાળા પ્રવાસને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી, ફરજિયાત નિયમોનું પાલન કરવું પડશે

spot_img
Share

ગાંધીનગર : રાજ્ય સરકારે શાળા પ્રવાસને લઈને આજે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં સ્કૂલો અને વાલીઓએ શું ધ્યાન રાખવું તે અંગે સૂચનો કર્યા છે. આ ગાઈડલાઈન રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી(સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પ઼ડશે. હવે તમામ સ્કૂલોએ સમગ્ર પ્રવાસના ડે ટુ ડે કાર્યક્રમની જાણ કરવાની રહેશે. આ સાથે કોઇ પણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે કોઇ શાળા ફરજ પાડી શકશે નહીં.શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે આ ગાઈડલાઈનનું સ્કૂલોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્કૂલોએ શું ધ્યાન રાખવું?

શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ‘સમિતિ’ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.

શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર
(1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને
(2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશનર/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને
(3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિવસ 15 પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.

સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે.
જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
પ્રવાસ મરજિયાત રહેશે કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
પ્રવાસમાં 154 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.
વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટિંગ કરી શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.

પ્રવાસ દરમિયાન સ્કૂલોએ શું કાળજી રાખવી?

વાહનચાલક દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા(સ્પીડ લિમિટ) ખાસ જાળવવાની રહેશે.
પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો વિદ્યાર્થીઓ, અન્ય કોઈપણ સ્ટાફ તેમજ વાહનચાલક દ્વારા લેવામાં ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવા રહેશે.
પ્રવાસમાં લેવાના વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે તથા તેના ઉપયોગની પૂરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવાની રહેશે.
પ્રવાસ દરમિયાન જળાશયોમાં “બોટિંગ-રાઇડિંગ” બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
પ્રવાસ દરમિયાન જોખમી સ્થળોની (એડવેન્ચર કેમ્પ, રાઇડ્સ) મુલાકાત ટાળવી અને શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે પ્રકારના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તથા પ્રવાસ દરમિયાન તરણ સ્પર્ધા જેવી જોખમી સ્પર્ધા કે તેવી પ્રવૃત્તિઓ કરવાની કે તેમાં ભાગ લેવાની રહેશે નહિ.
રાત્રિ રોકાણ માટે સલામતીભર્યું સ્થળ પસંદ કરવું અને શક્ય હોય ત્યાં સુધી મોડામાં મોડા રાત્રિના 10 વાગ્યા સુધીમાં રોકાણના સ્થળે પહોંચી જવું.
વિદ્યાર્થીઓના રાત્રિ રોકાણ માટે સ્વચ્છ આરોગ્યપ્રદ અને સલામત સ્થળની પસંદગી કરવી તથા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવી. જેથી કોઈ આકસ્મિક ફૂડ પોઇઝનિંગ જેવી દુર્ઘટના નિવારી શકાય.
પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે પૂર્ણ થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી સુચારૂ આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે.
બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ તેમજ પ્રવાસમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વગેરેની જરૂરી માહિતી સાથેના ઓળખકાર્ડ અચૂકપણે સાથે રાખવાના રહેશે.
પ્રવાસ દરમિયાન સમય, સંજોગો વગેરે લક્ષમાં લઈ ‘સમયવર્તે સાવધાન’ જેવા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા તેમજ હિતને ધ્યાનમાં રાખીને બુધ્ધિગમ્ય નિર્ણય લેવાના રહેશે.
પ્રવાસની તારીખના 15 દિવસ પહેલાં પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ કરવાની રહેશે.
નાણાકીય હિસાબ સ્પષ્ટ અને પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનાથી અવગત કરવાના રહેશે.
આ બાબતે સરકારના અન્ય વિભાગો દ્વારા આનુષાંગિક સૂચનાઓ કે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવે તો તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ બાબતોનું શાળાએ તો ધ્યાન રાખવાનું પણ વાલીઓએ પણ રાખવાનું છે

પ્રવાસ દરમિયાન જળાશયોમાં “બોટિંગ-રાઇડિંગ” બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.

દેખીતા જ બિમાર/ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.

પ્રવાસ દરમિયાન પ્રથમ સારવાર (First-Aid) કીટ સાથે રાખવી તેમજ ઋતુ (મોસમ) પ્રમાણે પ્રવાસના સ્થળોની પસંદગી કરવાની રહેશે.

પ્રવાસમાં વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હોય તેવા જ વાહન પસંદ કરવા તથા બસ ડ્રાઈવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાતરી કરવી, જો દેખીતી રીતે ડ્રાઈવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) દ્વારા આપેલ પરમીટ મુજબ જ નિયત સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઈપણ સંજોગોમાં પરમીટમાં મળેલ મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહન સારી કન્ડિશન તેમજ પૂરતી સુવિધા વાળું હોવું જોઇએ. તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ રજિસ્ટ્રેશન કાર્ડ (R.C.બૂક), પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઇસન્સ, વીમો વગેરેની નકલો અગાઉથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.

સૂચિત પ્રવાસના સમયગાળા દરમિયાન કુદરતી આફત-વાવાઝોડા, ભારે વરસાદ, શીતલહેર, ધરતીકંપ, કમોસમી વરસાદ, અસાધારણ ઠંડી/ગરમી બાબતે હવામાન ખાતા કે સરકાર દ્વારા અગમચેતી આપવામાં આવેલ હોય તે બાબત ધ્યાનમાં લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.

દેખીતા જ બિમાર/ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...