Monday, May 4, 2026

ગોતાબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું મોત

spot_img
Share

અમદાવાદ : ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇક પર સવાર વૃધ્ધ દંપતીને ટક્કર મારતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 2 નવેમ્બરે નવા વાડજમાં રહેતા 65 વર્ષીય પ્રફુલકુમાર પરમાર પોતાની પત્ની ઉષાબેન સાથે બાઇક લઇને ઘુમામાં આવેલ પુરષોત્તમ લાલજી મહારાજના આશ્રમમાં ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવતા હતા ત્યારે ગોતાબ્રિજ ચાર રસ્તા પાસે ક્રોસ કરતી વખતે પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી વૃધ્ધ દંપતી જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયુ હતુ.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત દંપતીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ હતુ. જ્યાં સારવાર દરમ્યાન 5 નવેમ્બરે પ્રફુલભાઇનું મોત નિપજ્યુ હતુ. આ અંગે તેમના પુત્ર કરણે અજાણ્યા વાહનચાલક સામે એસજી હાઇવે-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...