Tuesday, September 22, 2026

રાણીપમાં બુટલેગરના ત્રાસથી 21 વર્ષીય યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં દર્દ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી રાણીપના એક યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટ લખી છે. આ અંગે રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રાણીપમાં કાળીગામમાં રહેતો 25 વર્ષનો ચિરાગ પ્રતાપે GST ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સવારના સમયે ચિરાગે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લેતા માથું ધડથી અલગ થઈ ગયું છે. બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું અને મારા પપ્પા બેકસુર છીએ. Sorry My Family. હું તમને છોડીને જાવ છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેકસુર સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. માટે આ કરવું પડે છે.’

મળતા રિપોર્ટ મુજબ, એક માસ પહેલા મૃતક યુવકના પિતાએ બુટલેગર વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી. આ પછી બુટલેગર તેમના પર અદાવત રાખીને યુવકને પરેશાન કરતો હોવાથી યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...