Monday, May 4, 2026

ના હોય! અમદાવાદની 90 વર્ષ જૂની VS હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રમાં ફેરવવા હિલચાલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર જ નહીં પણ ગુજરાતભરમાં જાણીતી AMC સંચાલિત VS હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હતી, ભાજપ શાસિત મ્યુનિના સત્તાધિશોએ મ્યુનિની SVP હોસ્પિટલને વિકાસ કરવામાં વીએસ હોસ્પિટલનો ભાગ લેવાયો છે, SVP ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ VS માં કરવામાં આવતા જ નથી. VS હોસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીટી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. હવે કહેવાય છે, મ્યુનિના સત્તાધિશો VS હોસ્પિટલને આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરીને એના સ્થળાંતરનો પ્લાન ઘડી રહ્યા છે. તેની સામે વિરોધ ઊઠ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 13મી ડિસેમ્બર 1931ના ચાલુ કરવામાં આવેલી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને હવે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પલટી નાખીને તેને બીજા કોઈ સ્થળે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વી.એસ.નું અલગ સ્થળે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતર કરી દેવાની પણ તૈયારી ચાલતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. SVP ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ VS માં કરવામાં આવતા જ નથી.

VS હોસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીડી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. VS માં સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી છે. AMCએ ખર્ચ આપીને VS હોસ્પિટલને ચલાવવી ફરજિયાત છે. તેથી તેને બંધ કરી શકાય તેમ ન હોવાથી તેને સામુદાયિક હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કદાચ તેને બીજી જગ્યાએ પણ ખસેડી લેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.

VS ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત થયા તે પછી તેમને સ્થાને નવી નિમણૂક કરવામાં આવી નથી. અમ્યુકો સંચાલિત AMC મેટના ક્લાર્કની કક્ષાના કર્મચારીને VS ના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. બીજું, VSમાં 279થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર નવી નિમણૂક કરવામાં આવતી જ નથી. સૌથી મોટી ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા ખાલી પડેલી છે. તદુપરાંત જુનિયર ક્લાર્કની 50, સ્ટાફનર્સની 25, આયાની 29 અને વોર્ડ બોયની 58 જગ્યાઓ ખાલી પડી છે. દસેક વર્ષથી નવી ભરતી જ કરવામાં આવતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...