Tuesday, May 5, 2026

અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં હોબાળો, સતત બીજા દિવસે ઉમેદવારોના ધરણાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે છે. એક વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ મામલે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારો ધરણાં પર બેઠ્યા છે અને જાહેર કરેલ તમામ જગ્યા વગર કટોતી ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એપ્રિલ 2023 માં અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023માં 31 કેડરની કુલ 1156 પોસ્ટની ભરતી જાહેર કરાઈ હતી. જેમાં તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવ્યું હતું. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલાક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને કેટલાક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ હતી. હાલ એવું જાણવા મળ્યું છે કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે. આ પોસ્ટ માંથી 400નો ઘટાડો કરવામાં કરાશે.

જેથી ઉમદવારોમાં સત્તાધીશોની લાલિયાવાડી સામે ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. સતત બીજા દિવસે ભરતીને લઈ આંદોલન ઉમેદવારો અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોનાં ધરણાં પર બેઠ્યા છે. તેમજ બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા છે.

સતત બીજા દિવસે ભરતીને લઈ આંદોલન ઉમેદવારો અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોનાં ધરણાં પર બેઠ્યા છે. તેમજ બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...