Tuesday, September 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે કોન્સ્ટેબલો માટે ફર્નિશ્ડ 2BHK ફ્લેટ, 13 માળ અને 18 ટાવરમાં હશે 920 ફ્લેટ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસલાઈન બનવા જઈ રહી છે, જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે.અમદાવાદના ઘાટલોડિયામાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ લાઇન બનવા જઈ રહી છે. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની સાથે જ 920 મકાન બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનાર આ પોલીસ લાઈનના મકાનોમાં 13 માળના કુલ 18 ટાવર નિર્માણ પામશે. જેમાં પોલીસ કર્મચારીઓ માટે ડબલ ફ્લોર બેઝમેન્ટ સહિત ફર્નિચર સાથે 2bhk ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આવનારા સમય આ આખો પ્રોજેક્ટ 250 કરોડનો હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે. જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળી રહે અને એક સારું જીવન તેઓ પરિવાર સાથે રહે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓને જે 920 મકાન ફાળવવામાં આવશે તેમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. એટલું જ નહીં, બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ખાતમુહૂર્ત થઈ શકે છે, પોલીસ કર્મચારીઓ માટે બનનાર મકાનમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...