Monday, May 4, 2026

અમદાવાદમાં 31St December એ નશેડીઓ ચેતી જજો! નહીંતર જેલભેગાં થવાનો વારો આવશે

spot_img
Share

અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો અધીરા બન્યા છે, તો શહેર પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે. 31 ડિસેમ્બરને પગલે 6 હજારથી વધુ પોલીસકર્મીઓ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી અને પેટ્રોલિંગ કરશે. પોલીસ બ્રેથ એનાલાઈઝર સાથે વાહનચાલકોનું ચેકિંગ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પોલીસ દ્વારા રોજ રાત્રે વિવિધ સ્થળોએ ચેકીંગ ચાલી રહ્યું છે, જેમાં પણ અમદાવાદ પોલીસ સક્રિયતા પૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવવાની બાબતને લઈ સક્રિયતા પૂર્વક કામ કરી રહી છે.અમદાવાદ શહેરમાં 31 ઉજવણીનો ટ્રેન્ડ છે જેને કારણે પોલીસ સક્રિય બની કામ કરશે. સૌથી વ્યસ્ત અને ઉજવણી માટે લોકપ્રિય ગણાતા શહેરના સીજી રોડ, એસજી હાઇવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ અટલ બ્રિજ વગેરે જેવા મહત્ત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. પોલીસ સુરક્ષા માટે બ્રશ એનેલાઇઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરશે.

અમદાવાદમાં પોલીસે ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ કસવા માટે અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે.આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. સુરત શહેરમાં પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...