Tuesday, September 22, 2026

અમદાવાદ પોલિસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રોડ પર પતંગ પકડવા ગયા તો….

spot_img
Share

અમદાવાદ : ગુજરાતીઓનો મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉત્તરાયણના દિવસે જાનહાનિ તેમજ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જે આ વર્ષે ન બને અથવા નહિવત બને તે માટે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે, તેમજ રોડ ઉપર પતંગ પકડવા માટે દોડાદોડી નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ નિયમોનું મુખ્ય કારણ છે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓને રોકવી. પાછલા વર્ષોમાં પતંગની દોરીના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ બની છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આવી ઘટનાઓને રોકવા માટે આ નિયમો લાવવામાં આવ્યા છે.

જાહેર માર્ગ પર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...