Thursday, March 12, 2026

AMTSની ટિકિટમાં વિધવા બહેનોને 50 ટકા રાહત, શહેરીજનોની સુવિધા માટેનું AMTSનું બજેટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સને ૨૦૨૫-૨૬ નું રૂપિયા ૭૦૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો ટિકિટ દરમાં ડિસ્કાઉન્ટ જાહેરાત કરવામાં આવી છે.ધોરણ-10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85 ટકા અને અને વિધવા બહેનોને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ધોરણ-10 પછી અભ્યાસ કરતા માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસ સેવા શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26નું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા 682 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે સોમવારે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા 23 કરોડના વધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. નાગરિકોને જાહેર પરિવહનની સેવા સારી રીતે મળી શકે તેના માટે 1172 બસમાં વધુ 100 નવી એસી સીએનજી બસો મેળવીને 1272 જેટલી ફીટ બસો દોડશે. આમ કુલ 445 જેટલી નવી બસોનો ઉમેરો કરવામાં આવશે.

શ્રાવણ માસની જેમ દર શનિવારે અને રવિવારે સ્પેશિયલ ધાર્મિક પ્રવાસ બસનું પણ આયોજન કરવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં બે નવા બસ ટર્મિનસ બનાવવામાં આવનાર છે. જેમાં સરસપુર વિસ્તારમાં આઈ.ટી.આઈ પાસે અને મેઘાણીનગરમાં એસપી કોલેજ ડમરુ સર્કલ પાસે ટર્મિનસ બનાવવામાં આવશે. 16માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 2 કરોડ મેળવીને AMTS બસમાં પ્રવાસીઓની ટિકિટ માટેનું ટિકિટિંગ મશીન ખરીદવા પણ ઠરાવવામાં આવ્યું છે. દરેક ટર્મિનસ પર ખાણીપીણી કાઉન્ટર અને વેન્ડિંગ મશીન પણ શરૂ કરવામાં આવશે.

16માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 8 કરોડ રૂપિયા મેળવીને વધુ ચાર ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. શહેરમાં વધતાં જતા વિસ્તારમાં બસોને કંટ્રોલ કરવા માટે PPP ધોરણે કંટ્રોલ કેબિન પણ ઉભી કરવામાં આવશે. અમદાવાદ શહેરના 77 કિલોમીટર વિસ્તારના રીંગરોડ પર બસોના નાઈટ પાર્કિંગ અને મેઈન્ટેનન્સ માટે છ જેટલા ટર્મિનસ બનાવવામાં આવશે, જેની પાછળ 12 કરોડની ગ્રાન્ટ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મેળવવામાં આવશે. AMTS, BRTS અને મેટ્રો રેલ ટિકિટને ઇન્ટીગ્રેશન પણ કરવા અંગે પણ ઠરાવવામાં આવ્યું છે.

આજે AMTS કમિટી દ્વારા મૂકવામાં આવેલા બજેટને લઈને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસ સેવા ભાજપના સત્તાધીશો પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા માટે કરાતા અંધેર વહીવટના કારણે ખાડે ગઈ છે. દિન-પ્રતિદિન દેવું વધતું જાય છે અને હાલમાં 4710 કરોડ સુધી દેવું પહોંચી ગયું છે. 1172 બસોમાંથી 1047 જેટલી બસો કોન્ટ્રાક્ટરોની અને માત્ર 118 જેટલી બસો AMTS માલિકીની ચાલી રહી છે. AMTS ભાજપના મળતીયા કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ચલાવવામાં આવે છે.

વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, AMTSની ખાનગી કોન્ટ્રાક્ટરની બસોના ડ્રાઇવરો દ્વારા અકસ્માત કરવામાં આવે છે ત્યારે તેઓને છાવરવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ અકસ્માત સર્જાય તો તેમાં ભોગ બનનારને કોઈ વળતર આપવામાં આવતું નથી. બસના ડ્રાઇવરો ચાલુ મોબાઈલ પર વાત કરતા હોય છે. દારૂ પીને અને કેટલાક તો લાઇસન્સ વિનાના પણ ડ્રાઇવર બસ ચલાવે છે. ઓવર સ્પીડમાં બસ અને ટ્રાફિક સિગ્નલના ભંગ કરીને પણ બસ ચલાવતા હોય છે ત્યારે આવા ખાનગી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. નાણાકીય વર્ષ 2025 – 26નું બજેટ માત્રને માત્ર કોન્ટ્રાક્ટરના લાભાર્થે મંજૂર કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...