Monday, August 24, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી સ્વેટરમાં છુપાવેલું 83 લાખનું સોનું ઝડપાયું, મહિલા પાસે સોનાની ચેઇન મળી આવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. શારજાહથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂ. 83 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મહિલાની શંકાસ્પદ હિલચાલને આધારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ ગેરકાયદેસર સોનું પકડાયું હતું.કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને આ દાણચોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ આવેલા મુસાફરો પર કસ્ટમ્સની AIU ટીમ વોચ રાખી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતાં એક મહિલા પેસેન્જરને અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની ઝીણવટભરી શારીરિક તપાસ કરતાં તેણે પહેરેલા હાઈ-નેક સ્વેટરના અંદરના ભાગમાં ચાલાકીપૂર્વક છુપાવી રાખેલી સોનાની ભારે ચેઈન મળી આવી હતી.

મૂળ ભાવનગરની 31 વર્ષીય આ મહિલા પોતાના હાઈ-નેક સ્વેટરમાં ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાની ચેઈન છુપાવીને લાવી રહી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ કરતા તેની પાસેથી 24 કેરેટ શુદ્ધતા ધરાવતી 499.540 ગ્રામ સોનાની ચેઈન મળી આવી હતી. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે રૂ. 83.14 લાખ આંકવામાં આવી છે.

કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ મહિલા ડોક્ટરની ધરપકડ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. આટલી મોટી કિંમતનું સોનું તે વિદેશમાં કોની પાસેથી લાવી હતી અને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...