અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઈ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા સાથે આખી ટીમ મેદાને ઉતરી જાય છે. પરંતુ અત્યારે ‘ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ એવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને (AMC) પોતે છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલવામા આગળ અને ચૂકવવામાં પાછળ આતે કોવું તેનું તંત્ર, AMC એ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 7 વર્ષથી વેરો ભર્યો નથી. જેમાં AMC એ જીંજર ગ્રામ પંચાયતને 7 વર્ષથી વેરો ચુકવ્યો નથી. ત્યારે 7 વર્ષમાં 1.15 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા જીંજર ગ્રામપંચાયત દ્વારા AMC ને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં AMC ના બેદરકાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ ઘટનાને લઇ મળતી માહિતી મુજબ મહાપાલિકા હવે વેરો ભરવા માટે હપ્તા સિસ્ટમ શરૂ કરશે તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ જીંજર ગ્રામપંચાયતમાં વેરો ન આવતા આર્થિક રીતે હાલાકી વેઠવાની વારી આવી છે.
વાત કરવામાં આવે તો વર્ષ 2018-2019માં 15,35,250 જ્યારે 2019-2020માં 15,35,250, 2020-2021માં 16,88,750 વર્ષ 2021-2022માં 16,88,750, વર્ષ 2022-2023માં 16,88,750, વર્ષ 2023-2024માં 16,88,750 જ્યારે વર્ષ 2024-2025માં 16,88,750 એમ કુલ સાત વર્ષમાં 1,15,14,250 કરોડનો પ્રોપર્ટી ટેક્સ જીંજર ગ્રામ પંચાયતને ચૂકવ્યો જ નથી.


