Tuesday, September 22, 2026

અમદાવાદમાં ફૂડ વિભાગનો સપાટો : 1500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કર્યો સીઝ

spot_img
Share

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી ખાદ્યસામગ્રીના ઉત્પાદન કરતી કંપની તથા સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે.શહેરના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકેશ ડેરીમાંથી લગ્ન પ્રસંગ તેમજ શહેરની અનેક જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલવામાં આવતું હતું. ફૂડ વિભાગ હવે તપાસ કરી રહી છે કે દ્વારકેશ ડેરીમાંથી ક્યાં ક્યાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલાયું છે તેની તપાસ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કુબેરનગરમાં આદર્શ સ્કૂલ પાસે દ્વારકેશ ડેરી પ્રોડકટ્સમાં રેડ કરી હતી. જ્યાં વિભાગને શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતી હોવાનું સામે આવ્યું. જ્યાં સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પનીરનો 1, પામોલીન ઓઈલનો 1 અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (99.85%)નો 1 એમ કુલ – 3 (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો, જપ્ત કરવામાં આવેલા જથ્થાની કિંમત સવા ત્રણ લાખ રૂપિયા જેટલી થાય છે.

દ્વારકેશ ડેરી પાસે લાઇસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. પેઢીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ આ પનીર ખાવાલાયક ન હોવાનું જણાયું હતું. ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...