Tuesday, September 22, 2026

અમદાવાદથી મુંબઈ યાત્રા માત્ર 3 કલાકમાં પુરી થશે ! આ 12 સ્ટેશનો પર ઉભી રહેશે બુલેટ ટ્રેન, ક્યારે પૂરું થશે કામ?

spot_img
Share

અમદાવાદ : દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઝડપભેર દોડતી થઈ જશે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ થયેલા આ પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં લગભગ પૂર્ણ થઈ ગયું છે. તો ચાલો જાણીએ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચી ગયું છે અને ક્યારે પૂરું થશે?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનનો રૂટ 508 કિલોમીટરનો છે. તેને બનાવવા માટે 1.1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નેશનલ હાઇ સ્પીડ ક્લે કોર્પોરેશન (NHSRCL) એ આ પ્રોજેક્ટની જવાબદારી લીધી છે. 14 સપ્ટેમ્બર, 2017 ના રોજ જાપાન અને ભારતના વડાપ્રધાન દ્વારા આ પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર ઉભી રહેશે. આ યાદીમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા,વાપી, બાયસર, વિરાર, થાણે અને મુંબઈના નામ સામેલ છે. હાલમાં અમદાવાદથી મુંબઈ જવામાં 7-8 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ યાત્રા માત્ર 3 કલાકમાં પુરી કરી શકાશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 11 જાન્યુઆરી, 2025 સુધીમાં 253 કિ.મી વાયાડક્ટ, 290 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 358 કિ.મી પિઅરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 13 નદીઓ પર 5 સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ BKC અને થાણે વચ્ચે 21 કિલોમીટરની ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાં 7 પર્વતીય ટનલનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 1 ટનલ બનાવવામાં આવી છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બુલેટ ટ્રેનનું કામ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જોકે, તેના ઉદ્ઘાટનની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...