Tuesday, September 22, 2026

અમદાવાદમાં લેન્ડ થયેલ ઈન્ડિગોની ફ્લાઇટમાંથી ચિઠ્ઠી મળી, ‘ફ્લાઇટની અંદર બોમ્બ છે’

spot_img
Share

અમદાવાદ : દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. સુરક્ષા એજન્સી દ્વારા તમામ મુસાફરોને ફ્લાઈટમાં બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ચિઠ્ઠી લખનારની ઓળખ મેળવવા માટે તમામનાં રાઈટિંગ સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલી ચિઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. મુસાફરમાંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ એરપોર્ટમાં સીઆઇએસએફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

હાલ પોલીસ આવો નનામો પત્ર કોણે લખ્યો અને શા માટે લખવામાં આવ્યો તેની તપાસ કરી રહી છે. તપાસના અંતે કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો છે પરંતુ એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...