Saturday, March 7, 2026

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં 24 કલાકમાં ત્રણ હિટ એન્ડ રન અકસ્માતો, 4નાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હિટ એન્ડ રન અકસ્માતની 3 ઘટનામાં એક વૃદ્ધ અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યાની ઘટના બની હતી. જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓ શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં બની હતી.હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પહેલી ઘટનામાં કલોલના વિશાલ ઠાકોર અને સંબંધી કાળાજી ઠાકોર બાઇક પર સાણંદના સાયલા ખાતે લગ્નપ્રસંગમાંથી પાછા આવી રહ્યા હતા. આ સમયે શીલજ કેનાલ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલ અને કાળાજી રોડ પર પટકાયા હતા. બંને આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બંનેને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બોપલ પોલીસ ટક્કર મારી ભાગી જનારા કારચાલકને શોધી રહી છે.

બીજી ઘટનામાં અસલાલી નજીક પૂરઝડપે આવેલી એક ટ્રકે ટુવ્હીલરને ટક્કર મારી હતી. ટુવ્હીલર પર જઈ રહેલા ભાવેશ સોલંકી અને ભરત સોલંકી નામના પિતરાઈ ભાઈઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ભાવેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ભરત સોલંકી હોસ્પિટલમાં છે.

ત્રીજી ઘટનામાં ચાંદખેડાના 80 વર્ષના વૃદ્ધ ત્રિભો‌વન ઘેલા રવિવારે સાંજે ચાલવા નીકળ્યા હતા. શ્લોક એવન્યુ નજીક ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરે તેમને ટક્કર મારી હતી. ટુવ્હીલરની ઝડપ એટલી હતી કે, વૃદ્ધ રસ્તા પર પછડાતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા પછી ટુવ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ટુવ્હીલર ચાલક સગીર હોવાની શંકા છે. ઓળખ માટે પોલીસ સીસીટીવી ફેંદી રહી છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતો બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી. વાહન ઓવરસ્પીડમાં તેમજ નશો કરી ચલાવાતા હોવાથી અકસ્માત વધી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...