Monday, September 21, 2026

ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રવીણ પટેલનો એકતરફી વિજય, કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની એક બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલનો જંગી બહુમતિથી વિજય થયો છે. બેઠક માટે થયેલા કુલ મતદાનના 91 ટકા મત ભાજપના ઉમેદવારને મળ્યા હતા. જેના પગલે કોંગ્રેસ સહિત બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. ઘાટલોડિયાની એક બેઠક માટે 31.26 ટકા મતદાન થયું હતું. જે પૈકી મોટાભાગના મત ભાજપની તરફેણમાં પડ્યા હતા. કુલ 24 હજાર કરતા વધુ મત સામે ભાજપના ઉમેદવારને 22 હજાર કરતા વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 1152 જ મત મળ્યા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં અપેક્ષા મુજબ મતદાન માટે મતદારો નિરસ જણાયા હતા. મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં માત્ર 31.26 ટકા જેટલું જ મતદાન થયું હતું. આમ, ઘાટલોડિયા વોર્ડમાં નોંધાયેલા કુલ 78948 મતદારો પૈકી માત્ર 24621 મતદારોએ જ મતદાન કર્યું હતું. મતદાનના દિવસે જ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી લીધી હોય તેમ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરોને શોધવા પડે તેવી સ્થિતિ હતી. આમ, આ બેઠક પર ભાજપ એકતરફી જીત મેળવે તેવી મતદાનના દિવસથી જ શક્યતા જણાતી હતી અને તે મુજબનું જ પરિણામ પણ આવ્યું છે.

ભાજપના ઉમેદવારે કુલ મતદાનના 91 ટકા જેટલા મત મેળવ્યા હતા. જ્યારે બાકીના તમામ ઉમેદવારો અને નોટાને મળીને માંડ 9 ટકા મત મળ્યા હતા. આમ, આ બેઠક પર ભાજપના ઉમેદવારે નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર કરતા 21201 મતની લીડથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે.

ભાજપના ઉમેદવારનો વિજય થતાં શહેરના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન કોર્પોરેશનની તમામ કાયદાકીય વિધિ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હવે મ્યુ કોર્પોરેશનની આગામી બોર્ડની બેઠકમાં તેઓ ભાગ લઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...