Monday, September 21, 2026

ગોતા બ્રિજ પાસે BMW કારનો અકસ્માત, કાર ચાલકે કૂતરાને બચાવવા ગાડી ડીવાઇડર પર ચઢાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. ગોતા બ્રિજ ઉતરીને BMW કાર વૈષ્ણવ દેવી તરફ જઈ રહી હતી, ત્યારે રોડ પર કૂતરું આવતા કાર ચાલકે તેને બચાવવા ગાડી ડિવાઇડર પર ચડાવી દીધી હતી. આ અકસ્માત જોવા માટે સામેના રોડે એક કાર ચાલકે અચાનક બ્રેક મારી તો તેની પાછળ બીજી બે કાર ટકરાઈ હતી. જેથી એક જ જગ્યા ઉપર અકસ્માતના બે અલગ અલગ બનાવ્યા છે. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરખેજ ગાંધીનગર હાઇવે પરથી એક BMWના કારચાલક તેમની ગાડી લઈને ગોતા બ્રિજ ઉતરીને વૈષ્ણોદેવી સર્કલ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કૂતરું આવ્યું હતું જેને બચાવવા માટે BMWના કાર ચાલકે રસ્તાની બાજુમાં આવેલા ડિવાઇડર પર ઝડપે કાર ચડાવી દીધી હતી. જેના કારણે ડિવાઈડરને નુકસાન થયું છે અને કારને પણ નુકસાન થયું છે. આ અકસ્માતનો બનાવ બન્યા બાદ સામેના રોડ પર જતા કારચાલકે અચાનક અકસ્માત જોવા માટે કારની બ્રેક મારતા પાછળથી આવી રહેલી અન્ય બે કાર પણ ટકરાઈ હતી, જેથી એક જ જગ્યા પર અકસ્માતના બે અલગ અલગ બનાવો બન્યા હતા.

પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. પરંતુ તેમાં કાર ચાલકને કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત સામેના રોડે પણ અકસ્માત જોવા ઊભેલી કારને પાછળથી બીજી બે કારે ટક્કર મારી તેમાં પણ કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. બંને બનાવ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...