Monday, September 21, 2026

આજથી અમદાવાદનો આ બ્રિજ એક મહિના સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ…

spot_img
Share

અમદાવાદ : શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેને લઈ આજથી વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અસારવા બ્રિજ આજે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે. જોકે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ (ગીરધરનગર બ્રિજ) તરફ જઈ શકશે. ગિરધરનગર સર્કલ પર થઈને અસારવા ક્રોસિંગ તરફ જમણી બાજુ વળી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અસારવા બ્રિજ બંધ રહેવાથી શેહરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની સંભાવના સેવાય રહી છે. જેને લઈ ટ્રાફિક તંત્રએ વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરી છે.સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચેની બાજુનો રસ્તો લઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધરનગર સર્કલ તરફ જઈ શકશે અને પછી દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજા તરફ જઈ શકશે. સિવિલ હૉસ્પિટલથી આવતા લોકો ગિરધરનગર ચાર રસ્તા તરફ જમણે વળીને ઇદગાહ પુલ પર જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ શરૂ હોવાથી શહેરમાં ગત 18 ફેબ્રુઆરી મણિનગર સ્થિત નાથાલાલ ઝગડિયા રેલવે ઓવરબ્રિજ આગામી અઠવાડિયા સુધી બંધ કરાયો હતો. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...