Sunday, July 26, 2026

અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકાનું બદલાયું નામ, હવે આ નવા નામથી ઓળખાશે?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયામાં આવેલી બાળવાટિકાના નામકરણને લઈને વિવાદ સર્જાયો છે. કાંકરિયા બાળવાટિકાનું નામ બદલીને ‘ફન કાર્નિવલ’ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે. આ પહેલા આ બાળવાટિકા ‘ચાચા નહેરુ બાળવાટિકા’ નામે ઓળખાતી હતી.નાના બાળકોથી લઇ સૌ કોઇ માટે કાંકરિયા ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

કાંકરિયા પરિસરમાં નવીનીકરણમાં નામકરણ મામલે વિવાદ વચ્ચે બાલ વાટિકાના નવીનીકરણ બાદ ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવાયું છે.હવે ચાચા નહેરુનું નામ હટાવીને બાલવાટિકા ફન કાર્નિવલ નામ કરવામાં આવતાં આગામી દિવસોમાં મોટો વિવાદ થઈ શકે છે.

દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાળકો અત્યંત પ્રિય હતા અને બાળકો તેમને ચાચા નહેરુ તરીકે સંબોધતા હતા. કાંકરિયા પરિસરમાં બાળકોના મનોરંજન માટેના સ્થળને ચાચા નહેરુ બાલવાટિકા નામ આપવામાં આવ્યું હતું.

કૉંગ્રેસે સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મ્યુનિસિપલ સામાન્ય સભામાં પણ વિપક્ષે મામલો ઉઠાવ્યો હતો. પરંતુ તેમ છતાં નવું નામ બદલી અગાઉ મુજબનું જ કરવા કોંગ્રેસ હાલ માંગણી કરી રહ્યું છે. ભાજપે કહ્યું કે, ચાચા નહેરુ નામ રાખવા કોઈ ઠરાવ થયેલો ન હતો. નવીનીકરણ થઇ રહ્યું છે એટલે નવું નામ જ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...