Monday, September 21, 2026

અમદાવાદ રિવરફ્રન્ટ પરથી હવે એરટેક્સી ઉડશે, જાણો શું છે ખાસિયત

spot_img
Share

અમદાવાદ : શહેરના રિવરફ્રન્ટ પરથી એર ટેકસી ઉડશે. આ માટે ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટ ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી (કચ્છ)ની પસંદગી કરવામાં આવી છે. ડીજીસીએની ટીમે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે, આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઇ છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે.

ઓછું ઈંધણ બળે અને પર્યાવરણને પણ અનુકૂળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે તેવી કેન્દ્રીય સિવિલ એવિએશનની ઈચ્છા છે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે બેટરી આધારિત વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવા નાનાકડાં એરક્રાફ્ટ ઉડાવવાનું આયોજન થઈ રહ્યું છે. તેને ઈ વોટલ કહેવામાં આવી છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફટ ઉડી અને ઉતરી શકે છે. તેને રન વે ની જરૂર પડતી નથી.

ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે. બેટરી આધારિત હોવાથી ઘોંઘાટ કરતું નથી. રન વે ની જરૂર પડતી નથી. હેલિકોપ્ટરની જેમ જ ઉડી શકે છે. તેમાં બે થી છ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે છે. સેન્સર આધારિત સોફ્ટવેરથી સજ્જ હોવાના કારણે હેલિકોપ્ટરથી વધુ સલામત છે. જોકે પહાડી વિસ્તારમાં તેને ઉડાડવું જોખમી સાબિત થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...