Monday, September 21, 2026

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, બેફામ કારચાલકે યુવકને લીધો અડફેટે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે, છાસવારે એક નવો અકસ્માત થયા છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ફરી એકવાર અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ધટના બની છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે યુવકને અડફેટે હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અમરત રબારી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ‘હિટ એન્ડ રન’ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં આવેલા સ્વસ્તિક વિવંતા રોડ ઉપર અમરત રબારી નામના યુવકને આ બેફામ કારચાલકે અડફેટે લીધો છે.બેફામ કાર ચાલકે જાહેર રોડ પર જ યુવકને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે અકસ્માત સર્જનાર કારચાલક પણ હાલમાં ફરાર થઈ ગયો છે અને અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સમગ્ર મામલે બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને હાલમાં વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અકસ્માત સર્જી કારચાલક ફરાર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. જો કે, ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. અત્યારે બોપલ પોલીસે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજી સુધી તેની કોઈ સંભાળ મળી નથી, પરંતુ પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે.ઘટનામાં ઘાયલ યુવક અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...