Monday, September 21, 2026

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિયમોનું ખાસ ધ્યાન રાખે

spot_img
Share

અમદાવાદ: આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો તમે પહેલી વાર બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો. તો તમારા માટે આ માહિતી છે. તમારે પરીક્ષા આપતા પહેલા અને પરીક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષામાં શું લઈને તમે જઈ શકો. તેના વિશે તમારે જાણવું અગત્યનું છે. જેથી કરીને તમને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે.

જે વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેઓએ તો આ નિયમ જાણવા જરૂરી જ છે. સાથે જ ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ જે નિયમો કડક કરવામાં આવ્યા છે તે જાણવા જરૂરી છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થયાના અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવો.

વિદ્યાર્થીઓ બુટ અને મોજાં શક્ય હોય તો પહેરીને નહિ આવવા સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થી બુટ મોજાં પહેરીને આવ્યા હશે તેઓએ બુટ મોજાં પરીક્ષા ખંડની બહાર કાઢીને પ્રવેશ મેળવવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેટર લઈ જવા પર પ્રતિબંધ છે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહિ. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ મોબાઈલ, ડિજિટલ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...