Monday, September 21, 2026

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટુંક સમયમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે : 360 કિલોમીટરનું કામપૂર્ણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન ટુંક સમયમાં જ દોડતી જોવા મળશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ 360 કિલોમીટર પૂર્ણ થઇ ગયું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં આ માહિતી આપી હતી.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં રેલ્વે સ્ટેશનની કામગીરી તેમજ બુલેટ ટ્રેનની કામગીરીને લઇને રેલ્વે મંત્રીએ મહત્ત્વની માહિતી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેનની કામગીરી સારી છે અને 360 કિમી કામ પૂર્ણ થઇ ગયું છે. જો અઢી વર્ષનું લોસ થયું હતું ઠાકરેજીએ પરમિશન આપી નહતી તે પણ પૂર્ણ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ સારી પ્રોગ્રેસ છે. જે અંડર સી સમુદ્રની અંદર ટનલ બનવાની છે 2 કિલોમીટરની અંદર સી ટનલ બની રહી છે. તે પણ સારી કામગીરી ચાલી રહી છે.ગુજરાતમાં બજેટમાં 17 હજાર 155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે યુપીએની સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500-600 કરોડ ફાળવવામાં આવતા હતા. આજે તેનાથી 29 વધુ ફાળવવામાં આવ્યા છે.ગુજરાતમાં ઇલેક્ટ્રિફિકેશન 97 કમ્પલિટ થયું છે આ વર્ષે 100 ટકા થઇ જશે.

અમદાવાદના કાલપુર રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન આસપાસ ટ્રાન્સપોર્ટ સરળતાથી ચાલે એ માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન શહેરની ઓળખ ધરાવતા એવા હેરિટેજ લુક સાથેનું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન 24 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથે નવું કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થશે. દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલ્વે સ્ટેશન પર બનશે. આ રેલ્વે સ્ટેશન પર 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડીઓ હશે.

3000 કાર માટે પાર્કિંગ જગ્યા અને તેમના માટે 4 લિફ્ટ, 4 સ્ટાર હોટલ અને મોલ, શોપિંગ અને ફૂડ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.સોલાર રૂફટોપ, ઊટ ચાર્જિંગ સ્ટેશન સહિત ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...