Monday, September 21, 2026

અમદાવાદમાં ડોક્ટરે મહિલાને બેભાન કરી ફોટા પાડ્યા, બાદમાં બ્લેકમેલીંગનો ખેલ ખેલી તેને હોટલોમાં લઈ ગયો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં મહિલા દર્દીએ સારવાર કરનાર ડોકટર વિરુધ્ધ બળાત્કાર અને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડોકટર આરોપીની ધરપકડ કરી ને તપાસ શરૂ કરી છે. આ ડોકટર નિલેશ નાયક પર તેના જ મહિલા દર્દીએ બળાત્કાર સહિત પૈસા પડાવી લેવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારોલમાં 35 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. જેમાં ડાયાબિટીસ, ચામડીની સહિતની બીમારી હોવાથી તેઓ અવારનવાર મસાજ કરાવવા જતા હતા. ત્યારે નિકોલમાં રહેતો ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. નિલેશકુમાર નાયકના નારોલ ખાતે આવેલ દવાખાને મહિલા ગઈ હતી. સારવાર દરમિયાન મહિલા અને ડોક્ટર વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

ગત મે મહિનામાં મહિલા સારવાર માટે ગઈ હતી. તે સમયે મહિલાને ચક્કર જેવું આવતા ડોક્ટર નિલેશે હું બાટલો ચઢાવી દઉં જેથી સારું થઈ જશે કહીને બાટલામાં બેભાન થવાનું ઇન્જેક્શન આપીને મહિલાને બેભાન કરીને નિવસ્ત્ર કરીને તેના ફોટા અને વીડિયો ઉતારી દીધો હતો. બાદમાં ડોક્ટર નિલેશે મહિલાને બ્લેકમેલ કરીને ચાર લાખ રૂપિયાના દાગીના પણ પડાવ્યા હતા. બાદમાં તેણે બ્લેકમેલીંગનો ખેલ ખેલવાનો શરૂ કર્યો હતો.

ત્યારે આરોપી ડોકટરે કહ્યું કે જો પૈસા નહીં આપો તો તમારા પાડેલા ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારે મહિલા ફરિયાદીએ આત્મહત્યાની ધમકી આપતા આરોપી ડોકટરે મહિલા ફરિયાદીને ફોટો ડિલીટ કરી દેવા અને સમાધાન માટેથી મણીનગરની હોટેલમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

આ પ્રકારે 2થી 3 વાર મહિલાને બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અંતે મહિલા દર્દીએ કંટાળીને મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આરોપી ડોકટર નિલેશ નાયકની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવા માટેથી ફોન કબજે કરીને એફએસએલમાં મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...