Monday, September 21, 2026

અમદાવાદમાં DG ઓફિસમાં ફરજ બજાવતાં PIનું હાર્ટ એટેકથી મૃત્યુ, પોલીસબેડામાં શોકનો માહોલ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં વધુ એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં ફરજ બજાવતા PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. PI નું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. જેના કારણે પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PI ખરારી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. પાંચ દિવસમાં પોલીસના મોતની આ બીજી ઘટના છે. આ પહેલા ગોમતીપુરમાં પોલીસકર્મીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

આ અગાઉ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતુ, પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.

નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર સીપીઆર શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...