Thursday, April 30, 2026

વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેરમાં તલવાર-લાકડીઓ સાથે વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે. મેગા સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બની વસ્ત્રાલ વિસ્તારમાં રાતે ભારે ધમાલ મચાવી છે અને પાર્ક ગાડીઓમાં તોડફોડ કરી છે. 15 થી 20 લોકોનાં ટોળાએ કારમાં તોડફોડ કરી હોવાની માહિતી છે.લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. 15 થી 20 લોકોનાં ટોળાએ શાશ્વત-2 સોસાયટીમાં પાર્ક કારોમાં તોડફોડ કરી અને જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બદમાશો ફરાર થયા હતા. મોડી રાતે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

એવી પણ માહિતી સામે આવી છે કે આ લુખ્ખા તત્વોએ જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો હતો. કારચાલકો પર છરીઓ, પાઈપ અને તલવારોથી હુમલા કર્યા હોવાના આરોપ છે. અસામાજિકોનાં આતંકનો ફ્લેટનાં રહીશોએ વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં જાહેર રોડ પર આતંક મચાવનારા અસામાજિક તત્વો કેદ થયા છે. આરોપીઓએ રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ બાનમાં લીધા હતા. સ્થાનિક રહીશોમાં બદમાશોનો ડર જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસ ત્વરિત પગલાં લે અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...