Tuesday, September 29, 2026

અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો

spot_img
Share

અમદાવાદ : યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે.

અષાઢીબીજથી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુ જ નહી અષાઢી બીજના દિવસે પવિત્ર માનસરોવરમાં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

આરતી સવારે – 7.30 થી 8.00
દર્શન સવારે – 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે – 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લું રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...