Thursday, April 30, 2026

અમદાવાદ પોલીસે જાહેર કર્યો આ નંબર, અસામાજિક તત્વોનો આતંક દેખાય તો ફોન કરજો, પોલીસ મદદે આવશે

spot_img
Share

અમદાવાદ : અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરમાં ભય ફેલાવનાર લુખ્ખાગીરી કરનાર વ્યક્તિ વિશે જાણકારી આપવા માટે આ નંબર જાહેર કરાયો છે. 6359625365 નંબર પર અસમાજિક તત્વોની વિરૂદ્ધ ફરિયાદ આપી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લિસ્ટ બનાવવાની મૌખિક જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે.500 કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને 400 કરતા વધુ પ્રોહીબિશનના લિસ્ટેડ બુટલેગરોના નામની યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. 1100 કરતા વધુ આરોપીઓ વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે.

આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસે આવા તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક નંબર જાહેર કર્યો છે. અસામાજિક તત્વોની માહિતી સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિની માહિતી આ વોટ્સએપ નંબર પર આપી શકાશે. 6359625365 વોટ્સએપ નંબર પર ફોટો વીડિયો સહિતની માહિતી આપી શકાશે. તેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.


અસામાજિક તત્વો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આવા વીડિયો અનેક રાજ્યમાં હશે પણ એક્શન લેનાર ગુજરાત એકમાત્ર હશે. કલાકોની અંદર ગુનેગારોને પકડવા ટીમની રચના કરવામાં આવી હતી. આવા ગુનેગારને રોકવા માટે પ્રિવેન્શન એક્શન લેવાયા છે. આ ગુનેગારને ત્રણ વાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. તેમને કાયદાની આંટીઘૂંટીથી જામીન મેળવવામાં સફળતા મળી છે. હજુ વધુ કડક પગલાં આવા લોકો સામે ભરવામાં આવશે. કાયદાના કામ પર કોઇ નિવેદન આપવું યોગ્ય નથી. પ્રિવેન્શન એક્શન સંપૂર્ણ રીતે મજબૂતાઇથી ગંભીરતાપૂર્વક કરવામાં આવશે. એક કરતાં વધારે એજન્સીઓ આ માટે કામ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પોલીસના જવાનોનો સંપર્ક જણાશે તો તેને નોકરીથી હાથ ધોવા પડશે. પોલીસ આવા ગુનેગારને પાસામાં મોકલવા યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તેની તપાસ થશે. ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં ગુજરાત પોલીસ તેમને સમજાવે તે સુચના છે. ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો સામે કાર્યવાહી કરાશે. જે તે વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તેની જવાબદારી લોકલ પોલીસ સ્ટેશનની છે. જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા આવા ગુના થાય તો લોકલ પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે. જો પોલીસનો કોઇ કર્મચારી સંડોવાયેલા હશે તો તેની સામે કાર્યવાહી થશે.

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...