Monday, September 21, 2026

અમદાવાદમાં બહુચર્ચિત ઈસ્કોન અકસ્માત મામલે તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી, જાણો શું રજૂઆત કરી?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલના સળિયા ગણી રહ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવીએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ અગાઉ તથ્ય પટેલના પિતાએ અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી હતી. જો કે હવે તેની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગત જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...