Tuesday, July 28, 2026

અમિત શાહ વર્ષોની પરંપરા જાળવશે, રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં કરશે મંગળા આરતી

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 30 જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ સાંજે આવશે. અમિત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષોથી પરંપરા રહી છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિર જઇ મંગળા આરતી કરે છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર બાદ વર્ષે 2019માં દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાની આ પરંપરા તેમણે ચાલુ રાખી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...