Tuesday, October 13, 2026

નારણપુરા બાદ હવે નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની આ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વને બાદ કરતા પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે નારણપુરા, સોલા બાદ હવે નવા વાડજમાં પણ વિશ્રામ પાર્ક, નંદનવન એપાર્ટમેન્ટ જેવી મોટી હાઉસિંગ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે તૈયારી બતાવી હોય તેવું જણાઈ રહ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોડની વિશ્રામ પાર્કમાં ૨૦૧૯નું ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ જાેવાઈ રહી હતી, ત્યારે એક રાહતના સમાચાર આવી રહ્યા છે, સોસાયટીના એસોસિયેશન દ્વારા ડેવલપરે આપેલ પ્લાન મંજુર કરી રીડેવલપમેન્ટ માટે આગળ વધવાની તૈયારી દર્શાવી છે.જેને લઈને તાજેતરમાં સોસાયટીના એસોસિયેશન અને ડેવલપર વચ્ચે મિટીંગ પણ યોજાઈ હતી, જેમાં પરિણામ સ્વરૂપે સકારાત્મક વલણને લઈને આગળ વધવું તેવું સોસાયટી અને ડેવલપર વચ્ચે નક્કી કરાયું હતું.આ સમાચારથી સોસાયટીના રહીશોમાં ખુશીની લાગણી પ્રસરી છેે.

તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં ટેન્ડર બાદ એલઓએ આપ્યા બાદ સોસાયટીના હોદ્દેદારો વચ્ચે અનેક મિટીંગ થઈ હોવા છતાં નોટરાઈઝ સંમતિ થઈ નહોતી, હાઉસિંગના સુત્રો મુજબ, ડેવલપર દ્વારા સોસાયટીને અત્યાર સુધી ૧૫ થી વધુ માંગણી મુજબના અલગ અલગ પ્લાન રજુ કર્યા હતા અને અનેક વાર મિટીંગ થઈ હોવા છતાં આગળની પ્રક્રિયા શરૂ ન થતાં ટેન્ડર રદ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી હતી, તેવામાં સોસાયટી હવે રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધશે એવી સોસાયટીના રહીશો આશા સેવી રહ્યાં છે.

આ ઉપરાંત વિશ્રામ પાર્કની બાજુમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટનું ટેન્ડર હાઉસિંગ બોર્ડ કરાયા બાદ ડેવલપર અને સોસાયટીને એલઓએ (વર્ક ઓર્ડર) આપવામાં આવેલ છે.જેથી આગામી સમયમાં નંદનવન એપાર્ટમેન્ટમાં પણ રીડેવલપમેન્ટને લઈને આગળની વાતચીતનો દોર શરૂ થશે.અને આ વાતચીતનો દૌર રીડેવલપમેન્ટના અંતિમ પડાવ સુધી પહોંચે અને રીડેવલપમેન્ટ પુરુ થાય એવો સોસાયટીના રહીશો પણ રીડેવલપમેન્ટ થાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે.

આ ઉપરાંત નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની અન્ય સોસાયટીઓ જેમ કે શિવમ એપાર્મેન્ટ, સાગર એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, પ્રકાશદીપ એપાર્ટમેન્ટમાં રહીશોમાં રીડેવલપમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે અગાઉ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટના ટેન્ડર હાઉસિંગ બોર્ડ દ્વારા કરાયા છે, પરંતુ સહમતિની દિશામાં હજુ કોઈ સુ:ખદ નિવેડો આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ કોઈ મુમેન્ટ ન હોવાને કારણે નવા વાડજમાં આવેલ ઉત્સવ એપાર્ટમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, ઉત્સવ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટમાં જાેડાવવું હશે તો દરેક પ્રક્રિયા ફરીથી કરીને રિટેન્ડર કરાવવું પડશે.હવે હાઉસિંગ બોર્ડ સમય મર્યાદામાં સોસાયટીઓ અને ડેવલપર કામ પુરુ નહિ કરે હાઉસિંગ બોર્ડ ટેન્ડર રદ કરતા અચકાશે નહિ..

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ૪૨ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ૧૭ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે.૧૩ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર બાદની પ્રક્રિયાઓ ચાલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...