Wednesday, April 29, 2026

અમદાવાદમાં વધુ એક નજરાણું : રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે 7 હજાર ચોમીમાં ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નગરજનોને સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. મ્યુનિ. સિંગાપોરની તર્જ પર 22 કરોડના ખર્ચે ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવશે. ટ્રોપિકલ ફોરેસ્ટમાં એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઊભું કરી, વાદળમાંથી વરસાદ થતો હોવાનું, ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે. નાગરિકોને જમીનથી કેટલાક ફૂટ ઉપર બનાવેલા વોકવે પર ચાલવાનો અનુભવ મળશે. ટ્રોપિકલ ગાર્ડન હાલ સિંગાપોર-લંડનમાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ટ્રોપિકલ ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક સહિત અનેક ગાર્ડન ઉપરાંત વધુ એક ટ્રોપિકલ ફોરેસ્ટ કૃત્રિમ વાતાવરણમાં ઊભું કરાશે. અતિ ભેજવાળા વાતાવરણમાં ઉછરતાં વૃક્ષ કે છોડ અહીં ઉછેરાશે. આ ટ્રોપિકલ ગાર્ડનને ક્લાઉડ ફોરેસ્ટ પણ કહે છે.ટ્રોપિકલ ફોરેસ્ટમાં ઉછેરાનારા તમામ છોડ કે વૃક્ષોને આર્ટિફિશિયલ લાઇટિંગની ગરમી આપી ઉછેરાશે. અહીં તમામ છોડને ઉછેરવા પાણી પૂરું પાડવાથી માંડી તમામ બાબતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે.

રિવરફ્રન્ટના પશ્ચિમ તરફ આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે આ‌વેલી 7000 ચો.મી. જગામાં આ ટ્રોપિકલ ફોરેસ્ટ બનશે. જેમાં 1600 ચો.મી.માં આ ડોમ બનશે, જેમાં હેલિકોનિક્સ, એલોકેયસિય પસ્લ, ઓર્ચિડ્સ સહિતના વૃક્ષો હશે. મોટાભાગના વૃક્ષ અને છોડને કૃત્રિમ લાઈટિંગથી ગરમી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...