Monday, September 21, 2026

અમદાવાદમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં IPS સફીન હસનનો મંત્ર : સફળતા માટે વટ, વતન અને વ્યસનનો ત્યાગ જરૂરી

spot_img
Share

અમદાવાદ : સુરેન્દ્રનગર જીલ્લા વણકર સમાજ, અમદાવાદ શહેર દ્વારા ધોરણ 10 અને 12 પછી માટે કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામ નું આયોજન તા.27-04-2025 રવિવાર સવારે 9.00 થી 12.00 કલાકે વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ, ગોમતીપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમંમાં સર્વપ્રથમ ડો. બાબાસાહેબ આંબેડકરની છબી ને દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સર્વ સમાજના વિશાળ સંખ્યામાં વિધાર્થીઑ હાજરી આપેલ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના અતિથિ વિશેષ, ઉતશાહી, ડાયનેમિક અને વિદ્યાર્થીઓના તેમજ તમામના ચાહિતા એવા મોટીવેશનલ સ્પીકર સફીન હસન (IPS) જેમના પધારવાથી હોલમાં બેઠેલા વિધાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ આવી ગયો. તેમણે પ્રવચનની શરૂઆત માંજ બાળકોને હળવીશૈલીમાં કસરત કરાવી તેમનો થાક ઉતારી દીધો હતો અને વિધાર્થીમાં એક તાજગીપણું લાવી દીધું હતું. તેમણે પ્રવચન દરમ્યાન તેમના જીવનમાં જે સંઘર્ષ કરેલ હતો તે વિષે વાત કરી તેમજ જીવનમાં આગળ વધવા માટે ત્રણ વ નો સિદ્ઘાંત આપેલ હતો જેમ વટ, વતન અને વ્યસન નો ત્યાગ કરવો પડે. તેમને વિધાર્થી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપેલા તેમજ IPS/IAS માટે કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી આપી હતી.

આ કાયર્ક્રમમાં અમદાવાદ એજ્યુકેસન સોસાયટીના પ્રેસિડેન્ટ અને કેળવણીકાર સતીશ શાહ દ્વારા વિધાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કોર્સિસ કરવા તેમજ તેમાં શું તકો રહેલી છે તેમજ બાળકોએ પરસેન્ટેજના આધારે સાયન્સ, કોમર્સ કે આર્ટસ ન પસંદ કરતાં પોતાને શેમાં રુચિ છે તે અંગે વિસ્તારવાર માહિતી આપેલ હતી.

સતીશ પટેલ, પૂર્વ ડાઇરેક્ટર SPIPA તેમજ રોડ સેફટી કમિશનર, ગુજરાત રાજ્ય દ્વારા વિધાર્થીને સરકારી નોકરી મેળવવા કેવી રીતે તૈયારી કરવી, કેટલો સમય અભ્યાસ માટે આપવો તેમજ પોતે જીવનમાં આ પદ ઉપર પહોંચવા માટે કેવા ચડાવ ઉતાર નો સામનો કરેલ હતો તેની માહિતી આપેલ હતી સાથે તેમણે UPSC અને GPSC કેવી રીતે તૈયારી કરવી તેની વિગતવાર માહિતી આપેલ હતી અને વિધાર્થી ઉત્સાહ વધારેલ.

શહેરના જાણીતા ચાર્ટર્ડ એકોઉન્ટન્ટ એવા કરીમ લાખાણી દ્વારા કોમર્સના અભ્યાસ કરવામાં કઈ કઈ ફેકલ્ટિમાં જઈ શકાય તેમજ ચાર્ટર્ડ એકોઉન્ટન્ટનું સમાજમાં કેટલું મહત્વ છે અને તેના અભ્યાસ માટે શું તૈયારી કરવી તેનું વિગતવાર માહિતી વિધાર્થીઓને આપેલ હતી.

આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ વિધ્યાર્થીને સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શનની બુક અને ફાઇલ ફોલ્ડર આપવામાં આવેલ હતું તેમજ પ્રોગ્રામમાં સમાજના ઘણા આમંત્રિત અગ્રીણો હાજરી આપેલ હતી. આ પ્રોગ્રામને સફળ બનાવા માટે શુભેચ્છક શૈલેશ રાઠોડ (એડવોકેટ) તથા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ અલગોતર, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મકવાણા, મંત્રી મુકેશભાઇ લખતર, કન્વિનર વિનોદ પટેલ, ખજાનચી જેઠાભાઇ મકવાણા તેમજ તમામ કારોબારી સભ્યો દ્વારા અથાગ પ્રયત્ન અને મહેનત કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...