Monday, September 21, 2026

અમદાવાદનો આ અંડરપાસ અવરજવર માટે 15 દિવસ માટે સંપૂર્ણપણે બંધ, વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જાહેરાત કરી છે કે પૂર્વ વિસ્તારમાં નરોડા ખાતેના કુબેરનગર ITI શ્રીમદ રાજચંદ્ર અંડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ) નવીનીકરણ કાર્ય દરમિયાન અકસ્માતો અટકાવવા અને સરળ ટ્રાફિક પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક માટે બંધ રહેશે. અંડરપાસ 8 મેથી 15 દિવસ સુધી, 22 મે સુધી અથવા રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.જેથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ જનારા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયાથી કુબેરનગર થઈ અથવા નરોડા રેલવે ઓવરબ્રિજથી ટોયેટા શોરૂમ થઈ કોતરપુર થઈને એરપોર્ટ તરફ જઈ શકાશે.નાગરિકોએ અંડર પાસ બંધ થયો હોવાના કારણે અંદાજે બેથી ત્રણ કિલોમીટર ફરીને એરપોર્ટ અને ઇન્દિરાબ્રિજ તરફ જવું પડશે. ટ્રાફિકની સમસ્યા પણ વધુ હોવાથી એરપોર્ટ જનારા લોકોએ 30 મિનિટથી એક કલાક વહેલું જવું પડશે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ઝોનમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર અન્ડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ)ને રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાથી ચાલુ કામ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તથા સુચારૂરૂપે ટ્રાફિક ચાલે તેના માટે અંડરપાસને બંધ કરવામાં આવશે. 8 મેથી 15 દિવસ સુધી એટલે 22 મે સુધી અથવા રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકાશે
વૈકલ્પિક માર્ગ તરીકે અંડરપાસમાંથી પસાર થતા વાહનોએ ગેલેક્ષી ચાર રસ્તાથી નરોડા રેલવે ઓવરબ્રિજ ટોયોટા શોરૂમ થઇ કોતરપુર ટર્નીંગ થઈ જઈ શકાશે.

અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટીયાથી કુબેરનગર ક્રોસિંગ થઈ માયા સિનેમા થઈ કોતરપુર ટર્નીંગ તરફ થઈને એરપોર્ટ તરફ જવાનું રહેશે.

ખૂબ મોટી સંખ્યામાં રોજના હજારો વાહનો અંડર પાસમાંથી પસાર થતા હોય છે. ત્યારે હવે તેને બંધ કરવામાં આવતા 15 દિવસ માટે વૈકલ્પિક માર્ગ ઉપર ખૂબ ટ્રાફિક વધશે. વૈકલ્પિક માર્ગ માયા સિનેમા તરફ જવાના રોડ ઉપર રેલવે ક્રોસિંગ પણ આવેલું છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે થઈ શકે છે. વૈકલ્પિક રોડ પર ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર કર્મચારીઓ હાજર રાખવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેવી સ્થાનિક લોકોની માંગણી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...