Monday, September 21, 2026

નારણપુરામાં આ તારીખે પલ્લવ બ્રિજનું લોકાર્પણ, 117 કરોડનો બ્રિજ તૈયાર થતા 1.5 લાખ લોકોને ફાયદો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને ઓછી કરવા અને સમગ્ર વિસ્તારોના વિકાસ માટે એક મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મે, 2025ના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને તે સમયે અનેક મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રહેશે રૂ.117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો 925 મીટર લાંબો પલ્લવ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાને પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકો, વાહનચાલકોને લાભ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના હાર્દ સમા 132 ફૂટના રિંગ રોડ પર આવેલો પલ્લવ બ્રિજનું લોકાર્પણ 18 મે, 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હસ્તે કરવામાં આવશે, એવું અહેવાલો જણાવી રહ્યા છે. આ બ્રિજ નારણપુરા, વાડજ, અખબારનગર અને AEC રોડને સીધા જોડે છે. બ્રિજની પહોળાઈ 8.40 મીટર છે અને વાહનચાલકો માટે બંને તરફ કુલ 99 લાઈટ પોલ લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક ઘસારો ઘટાડવા અને અવરજવર સરળ બનાવવા માટે તૈયાર કરાયેલો આ બ્રિજ હવે દૈનિક દોઢ લાખથી વધુ નાગરિકો માટે મોટી રાહત લાવશે.

આ લોકાર્પણ પ્રસંગે માત્ર પલ્લવ બ્રિજ નહિ, પરંતુ ચીમનભાઈ ઓવરબ્રિજમાં નવું પાક પણ બનાવવામાં આવશે. જેના ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ છે. સાથે સાથે હાઉસિંગ પ્રોજેક્ટ્સનો ડ્રો યોજાશે અને કેટલાય લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવશે.આ વિકાસકામો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન સુવિધાઓની વ્યવસ્થા સુધરશે, અને નાગરિકો માટે જીવન વધારે સુલભ બનશે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા શહેરના માળખાકીય વિકાસ માટે આ પ્રકારના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...