Tuesday, April 28, 2026

આવતીકાલે અમદાવાદમાં પશ્ચિમના આ વિસ્તારોમાં પાણીકાપ, જુઓ સમગ્ર લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે અડધા અમદાવાદમાં પાણીકાપ રહેશે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે મંગળવારે સવારે પાણી કાપ રહેશે. શહેરના પશ્ચિમના ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ, વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી, વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી સહિતના તમામ વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાસપુરના 400 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટને સફાઈ કરવા અને પ્લાન્ટને વીજ પુરવઠો પૂરી પાડતી જેટકો કંપની દ્વારા 66 કેવી સબ સ્ટેશનમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ઇન્ટેનન્સ માટે આજે સોમવારે સવારથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાંજ સુધી બંધ રાખવામાં આવ્યા છે જેના કારણે થઈને આવતીકાલે 10 જૂનના રોજ મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 11 જૂન ના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.

10 જૂને આ વિસ્તારોને પાણી નહીં મળે

ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ, વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી
વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...